સાણંદમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ DJ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી
સાણંદ શહેર અને તાલુકાના અનુ. જાતિ. સમાજ દ્વારા આજે 14 એપ્રિલે સવારે સાણંદ બસ સ્ટેશન પાસે આવેલ સંવિધાન નિર્માતા, મહામાનવ, વિશ્વવિભૂતિ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ભેગા થઈ ડો.બાબા સાહેબની પ્રતિમાંએ ફૂલહાર અર્પણ કરી DJ સાથે ભવ્ય ભીમ શોભાયાત્રાનું શરુ કરી હતી શહેરના રાજ માર્ગો પર ફરી નળ સરોવર રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, યશપ્રકાશ ટેનામેન્ટ મંગલમૂર્તિના માર્ગો પર ફરી પરત ડો.બાબાસાહેબની પ્રતિમાએ પહોંચી શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.