નારોલમાંથી રિવોલ્વર અને પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

નારોલ પીરાણા રોડ પાસેથી ઝોન-6 એલ.સી.બી સ્કવોડે દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી છે. એલસીબી સ્કવોડના કર્મીઓને બાતમી મળી હતી કે નારોલ પાસેના પીરાણા રોડ પાસેના સૈજપુર ગોપાલપુરમાં રહેતા એક શખ્સ ઘરની બહાર ખાટલામાં સુતો છે અને તેની પાસે દેશી બનાવટની પિસ્તોલ છે.
ઉપરાંત રિવોલ્વર પણ છે દરોડા પાડતા સતીષ પરમાર પાસેથી રિવોલ્વર અને પિસ્તોલ મળી આવ્યા હતા. હથિયાર અંગેનું તેની પાસે કોઈપણ લાયસન્સ નથી અને પોતાના શોખ માટે હથિયાર રાખતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે નારોલ પોલીસે શખ્સ સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને બંને હથિયાર કબ્જે લીધા છે. તેમજ ક્યાંથી હથિયાર લાવ્યો હતો તે તમામ બાબતો અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Social