ગુજરતમાં આજે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ

   ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ગરમીના પ્રકોપમાં આંશિક રાહત જોવા મળી હતી. આજેપણ રાજ્યમાં  ભરઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં વાતાવરણ પલટો આવવાની  સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે 15 અને 16 તારીખ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરી છે.ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
      નોંધનીય છે કે કચ્છ, દાહોદ, અમરેલી, બનાસકાંઠા સહિતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. દાહોદમાં બે દિવસ પહેલા આકરી ગરમી વચ્ચે વરસાદ સાથે કરાં પણ પડ્યા હતા. હવે સોમવારે હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યકત કરાઇ છે.15 એપ્રિલના રોજ હળવા વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી  છે. જેમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાક ગતિ સાથે પવન ફૂંકાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે તથા આવતીકાલ બે દિવસ આવી પરિસ્થિતિ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરમાં પણ હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Social