IPL ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમતા સનાથલ સર્કલ પાસે થી 2 યુવકો પકડાયા

ચાંગોદર પોલીસના ધનરાજસિંહ નારણસિંહને બાતમી મળેલ કે સનાથલ સર્કલ પાસે મામદેવ હોટલ આગળ જાહેરમાં એક ઇસમ મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન આઈ.ડી. પાસવર્ડ વાળી એપ્લિકેશન મારફતે ક્રિકેટ મેચ પર નાણાની હારજીતનો સટ્ટાનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃત્તિ ચાલુ છે, જેથી પોલીસે રેડ કરી ધોળકાના ધુળજીપુરા ગામનો 27 વર્ષીય હિતેષભાઈ ભગવાનભાઈ ઠાકોરને પકડી લઈ પોલીસે તેનો મોબાઈલ ફોન ચેક કરતાં તાજેતરમાં રમાઇ રહેલ આઈ.પી.એલ ક્રિકેટની રાજસ્થાન રોયલ v/s પંજાબ વચ્ચે રમાતી મેચમાં એક લીંકના માધ્યમથી આઇ.ડી. અને પાસવર્ડ દ્વારા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાનું સામે આવતા પોલીસે રૂ.10 હજારનો મોબાઈલ સાથે હિતેષભાઈ ભગવાનભાઈ ઠાકોરને પકડી તેના વિરુદ્ધ ચાંગોદર પોલીસમાં ગુનો નોંધયો હતો.
તેમજ ચાંગોદર પોલીસે બાતમી આધારે સનાથલ સર્કલ પાસે સાવરીયા હોટલ આગળ રેડ કરી જાહેરમાં મોબાઈલ ફોન મારફતે આઈ.પી.એલ ક્રિકેટની રાજસ્થાન રોયલ પંજાબ વચ્ચે રમાતી મેચ પર એક લીંકના માધ્યમથી આઇ.ડી. અને પાસવર્ડ દ્વારા સટ્ટો રમતા હાલ સરખેજના વણઝરમાં રહેતો ચેતનભાઇ આંબાભાઈને ચાંગોદર પોલીસે પકડી લઈ તેનો મોબાઈલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

Social