ગુજરાતના સુશાશનના ધજ્જીયા ઉડાવતી બાવળા પોલીસ : સાણંદના ફરિયાદી યુવકને મૂઢ માર માર્યો
પીઆઇની કેબીનમાંજ ફરિયાદી બાપ -દીકરાને મૂઢ માર માર્યો હોવાની એસપી કચેરીમાં રજૂઆત

સુરક્ષિત ગુજરાતની વાતો વચ્ચે રક્ષક જ જયારે ભક્ષક બને ત્યારે એક સામાન્ય નાગરિક કોની આશા રાખે અને કાયદા અને પ્રસાશન ઉપર કઈ રીતે વિશ્વાસ રાખે તે એક મોટો પ્રશ્ન બની જતો હોય છે.અને દેશના ગૃહમંત્રીના વિસ્તારમાંજ ખુદ પોલીસ કાયદો હાથમાં લે અને ફરિયાદી અને તેના પિતાને ઢોર માર મારે તે કેટલી હદે શરમજનક ગણાય ?
આવોજ એક બર્બરતા ભર્યો કિસ્સો સામે આવ્યો છે ,અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીમાં ફરિયાદીએ આપેલ લેખિત ફરિયાદ મુજબ સાણંદના આકાર ડિવાઇન માં રહેતા ભાઈલાલભાઈ એસ વાળંદ નિવૃત અધિકારી છે તેઓનો મોટો પુત્ર બાવળા આલોકસિટી ખાતે રહે છે , ગત તા ૬ એપ્રિલના રોજ ભઈલાલભાઈની પુત્રી જે બાવળા અશોકભાઈને ત્યાં હતી ત્યાંથી ગૂમ થયેલ જેથી આખો પરિવાર બાવળા ગયેલ છેવટે ખબર પડેલ કે આલોકસિટીમાં રહેતો કૃણાલભાઈ ઉર્ફે કાનો લઇ ગયેલ જેથી ભાઇલાલભાઇના નાના પુત્ર ગૌતમભાઈ જેઓ સાણંદ તેમની સાથે જ રહે છે તેઓએ ૧૦૦ નંબર ડાયલ કરી સમગ્ર હકીકત જણાવેલ જેથી બાવળા પોલીસે ભાઈલાલભાઈના પરિવારને રાત્રે પોલિસ સ્ટેશન બોલાવેલ જ્યાં ફરજ પરના જમાદારે કહેલ કે પોતાની દીકરીનું ધ્યાન રાખતા નથી અને રાત્રે પરેશાન કરવા આવ્યા છો .જેથી ભાઇલાલભાઇ પરિવારજનોએ કહેલ કે અમારી દીકરી ગમ થઇ છે એટલે અમે અહીં રક્ષણ માટે આવ્યા છીએ જેથી જમાદાર ઉશ્કેરાઈ ગયેલ અને તેમના સાહેબને ફોન કરેલ અને પીઆઇ સહીત અન્ય ત્રણ સ્ટાફના માણસોએ ફરિયાદ કરવા આવેલ ગૌતમભાઈ તેમજ તેઓના પિતા સીની સીટીઝન ભાઇલાલભાઇ મોબાઈલ લઇ લઇ બંને ને મૂઢ માર મારેલ જેમાં ગૌતમભાઈને વધુ માર મારતા તેઓ બેભાન થઇ ગયેલ અને પરિવાર જનોએ બુમાબુમ કરતા પોલીસે તેઓના મોબાઈલ પરત આપી દીધેલ ત્યાર બાદ ગૌતમભાઈને સારવાર અર્થે બાવળા સિવિલ હોસ્પિટલ બાદ સાણંદની ગેલેક્ષી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓ હજી સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાથી સાણંદ વિસ્તારમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. બાવળા પોલીસ દ્વારા સાણંદના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે કરાયેલ બર્બરતા ભર્યા કાંડથી આ પરિવાર હચમચી ઉઠ્યો છે અને અમદાવાદ ગ્રામ્ય એસપીને અરજી કરી છે. આ નિર્દોષ પરિવારને ન્યાય કોણ અપાવશે તે પ્રશ્ન છે .

Social