ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે આજે પરશોત્તમ રૂપાલા રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરશે
ગુજરાતમાં આજથી 26 બેઠકો માટે ઉમેદવાર ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થશે. આજે કેન્દ્રીય મંત્રી અને રાજકોટના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરશે, આ ઉપરાંત તેઓ સભા સંબોધશે. રાજકોટથી ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરશે, તેઓ સવારે યાજ્ઞિક રોડથી પદયાત્રા યોજશે. તેમજ બહુમાળી ભવન ખાતે જનસભાને સંબોધન કરશે. તેમજ 11.30 વાગ્યે સમર્થકો સાથે ફોર્મ કરવા જશે.
