સાણંદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલ ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ

સાણંદ શહેરમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે આવેલ સાણંદ સામુહિક આરોગ્ય કેન્દ્રના ઇલેક્ટ્રિક રૂમમાં બપોરના સમયે એકાએક ધુમાળા નીકળતા દવાખામાં અફરાતફરી સર્જાઈ હતી અને સ્ટાફ અને ડોક્ટરો તાત્કાલિક દવાખાનામાં સારવાર માટે આવેલ લોકોને બહાર નીકળ્યા હતા. ઇલેક્ટ્રિક રૂમમાં રહેલા વાયરમાં આગ લાગતા થોડાક સમય સુધી દવાખાનામાં ધુમાડાના ગોટે ગોટા થયાં હતા. દવાખાના ના કર્મીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવ માં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જેને લઈ હોસ્પિટલના ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Social