ભાવનગરમાં ભાજપના ઉમેદવારની સભામાં હોબાળો, ક્ષત્રિય યુવાનોએ હાથમાં કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો
કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈકાલ બાદ આજે મંગળવારે પણ રાજ્યની કેટલીય બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવાના છે. આજે પણ ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે ભાવનગરમાં ભાજપના ઉમેદવારની સભામાં હોબાળો થયો હતો.
ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી તો બીજી બાજુ ભારે હોબાળો મચ્યો હતો. ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું.ક્ષત્રિય યુવાનોએ સભામાં અચાનક આવી સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સભામાં તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામુ આપ્યું હતું.ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં હોબાળો થયો હતો. સભા ચાલુ હતી તે દરમિયાન જ ક્ષત્રિય યુવાનો આવી પહોંચ્યા હતા અને કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે ભારે ભાગદોડ મચી હતી. પોલીસે તાત્કાલીક વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી હતી.
