ઇસનપુરમાંથી હોન્ડાની કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું ગોડાઉન ઝડપાયુ

 રાજસ્થાનમાં રહેતા હેમંત બરડીયા સ્પીડ સર્ચ એન્ડ સિક્યુરિટી નેટવર્ક કંપનીમાં ઇન્વેસ્ટીગેશન ઓફિસર તરીકે નોકરી કરે છે. તેમની કંપનીમાં તેમને જુદી-જુદી કંપનીની બનાવટી ચીજવસ્તુઓનું વેચાણ કે ઉત્પાદન કરતા શખ્સો સામે કાર્યવાહી કરવાનું કામ છે. ગત 15 એપ્રિલે તેમને બાતમી મળી હતી કે નારોલ-ઇસનપુર હાઇવે પર આવેલ રૂદ્ર ટ્રેડર્સ નામના ગોડાઉનમાં હોન્ડાની કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.
    જેથી તેમણે પોલીસને સાથે રાખીને ગોડાઉન પર દરોડો પાડતા ત્યાં એક શખ્સ મળી આવ્યો હતો તેનુ નામ પૂછતા અમીતકુમાર માધુ હોવાનું જણાવ્યુ હતુ. અને તેનું પોતાનું ગોડાઉન હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ ગોડાઉનમાં તપાસ કરતા ડુપ્લીકેટ એસેસરીઝનો કુલ રૂ. 1.09 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે બાદ તેની પાસે મંજૂરી અને જરૂરી ડોક્યુમેન્ટ માંગતા ન હતા. જેથી હેમંતભાઇએ અમીત સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Social