નારોલમાંથી એક શખ્સ દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપાયો

નારોલ પોલીસ સ્ટેશનની ટીમ ચૂંટણીને લઇને પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે વટવા પાકા બ્રિજ સામે આવેલ દુકાન પાસે એક શખ્સ હથિયાર લઇને ઉભો છે. તેના આધારે પોલીસે ત્યાં જઇને શંકાસ્પદ શખ્સને પકડીને તેની પૂછપરછ કરતા તેનું નામ મોહમંદ આસિફ શેખ નારોલમાં રહેતો હોવાનું અને છુટક મજૂરી કરતો હોવાનું જણાવ્યુ હતુ.
બાદમાં પોલીસે તપાસ કરતા તેની પાસેથી દેશી તમંચો અને એક કારતૂસ મળી આવ્યો હતો.તેમજ પોતાના શોખ માટે હથિયાર રાખતો હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે નારોલ પોલીસે શખ્સ સામે આર્મસ એક્ટ હેઠળ ગુનો નોધીને તેની ધરપકડ કરીને ક્યાંથી હથિયાર લાવ્યો તે તમામ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Social