રામોલમાં નસીમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં રમી રહેલ ચાર વર્ષની બાળકીનું કારની ટક્કરે મોત

રામોલમાં આવેલ નસીમ પાર્ક સોસાયટીમાં 4 વર્ષની બાળકી તેના મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં રમી રહી હતી. આ દરમ્યાન પૂરઝડપે આવેલી એસયુવી કારે બાળકીને ટક્કર મારી હતી. જેથી તે હવામાં ફંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ લોકો ભેગા થતા કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોધીને તેની શોધખોળ હાથ ધરી છે.
રામોલ નસીમ પાર્કમાં ઈમ્તીયાઝભાઈ તેમની પત્ની અને 3 વર્ષના પુત્ર અને 4 વર્ષની પુત્રી રૂમેશા સાથે રહે છે. સોમવારે સાંજે રૂમેશા તેના મિત્રો સાથે સોસાયટીના આઈ બ્લોકની સામેના કોમન પ્લોટમાં રમી રહી હતી. ત્યારે એક કારચાલક પૂરઝડપે સોસાયટીમા કાર લઈને આવ્યો હતો અને રૂમેશાને ટક્કર મારી હતી. જેથી રૂમેશા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોચતા તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. બીજી બાજુ અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થતા કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. આ મામલે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

Social