ટૂંક સમયમાં અમિતશાહનો રોડ શો: સાણંદ પોલીસ છાવણીમાં ફેરવાયું

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહ આજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો કરવા ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે સાણંદમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. રૂપાલા વિવાદ શમ્યો નથી ત્યારે સાણંદમાં ક્ષત્રિય સમાજ નોંધપાત્ર સંખ્યામાં હોવાથી કોઇપણ અનિચ્છનીય ઘટનાને અવકાશ ન રહે તે માટે ૧૦૦૦ થી વધારે પોલીસ સ્ટાફ ખડે પગે છે . શાહના સ્વાગતમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરીની આગેવાનીમાં તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. ટૂંક સમયમાં શાહ. એપીએમસી થી રોડ શો શરૂ કરશે

Social