સાણંદમાં અમિતશાહે મોદીને મજબૂત બનાવવા મતદારો ને આહવાન કર્યું
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહેઆજે ચૂંટણી પ્રચાર માટે સાણંદમાં રોડ શો યોજયો હતો. સાણંદ એપીએમસી ખાતે 11 કલાકે ગૃહમંત્રી આવી પહોચતા ભાજપ આગેવાનો અને કાર્યકરોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એપીએમસી થી મુખ્ય બજાર થઈ નળસરોવર ચોકડી સુધીનો રોડ શો , ગઢિયા ચાર રસ્તા સુધી લંબાયો હતો. જ્યાં અમિતશાહે મોદીને મજબૂત કરવા કમળ ને ખીલવવા જંગી બહુમતી ૪૦૦ ને પાર થાય તેવું આહવાન મતદારોને કર્યુ હતું. સમગ્ર રોડ શો માં કેસરિયા માહોલ, જય શ્રી રામના નારા અને રોડ શો માં પિતાના પ્રચાર રથની આગળ પગપાળા ચાલી રહેલ પુત્ર જય શાહ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
