બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર ખાટલામાં સુઈ રહેલા બે માસુમો પર ફરી વળી
અમદાવાદ ના સીંગરવા ભગવતીનગરમાં 40 વર્ષીય સવરનાથ મોહતો તેમની પત્ની અને ત્રણ દિકરાઓ સાથે રહે છે અને મજુરી કામ કરે છે. ગરમીના કારણે પરિવાર ઘર બહાર ખાટલા પાથરીને સુવે છે. ગુરુવારે વહેલી સવારે 15 વર્ષીય નિખીલ અને 4 વર્ષીય રોનક ખાટલામાં સુતા હતા. તે સમયે પાડોશી મોનુકુમાર તેલી પાર્ક કરેલી કાર હટાવી રહ્યો હતો. આ દરમિયાન બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર ખાલટમાં સુઈ રહેલા નિખીલ અને રોનકને ટક્કરાઈ હતી.
જેથી હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડેલા બન્ને ભાઈઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ મોનુકુમાર તેની જ કારમાં બન્ને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન 15 વર્ષીય નિખીલને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યારે 4 વર્ષીય રોનકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાવ્યું હતુ. આ મામલે આય ડિવિઝન ટ્રાફિક પોલીસે મોનુકુમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ દરમિયાન પોતે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતુ. તેના મિત્રના લગ્ન હોવાથી તેની કાર મોનુકુમાર લઈને ઘરે આવ્યો હતો. તેની જે જગ્યાએ કાર પાર્ક હતી તેની પાછળ એક ટ્રેકટર પાર્ક હતુ. ટ્રેક્ટર નિકળે તેવી સ્થિતિ ન હોવાથી કાર હટાવવા માટે મોનુને બોલાવ્યો હતો. મોનુએ કાર ચાલુ કરી ત્યારે અચાનક એક્સીલેટર પર પગ મુકી દીધો હતો. જેથી કાર ખાટલામાં સુઈ રહેલા બન્ને બાઈકો સાથે ટક્કરાઈ હોવાનું જણાવ્યું હતુ.
