અમદાવાદના કર્ણાવતી ક્લબ પાછળ વેપારી પર ફાયરીંગ

કર્ણાવતી ક્લબ પાછળ કોઈ વેપારી ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી. આ સમગ્ર મામલે સરખેજ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાની વિગત પણ સામે આવી. આ અંગે સિનિયર અધિકારીનું કહેવું છે કે, હાલ શકમંદની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી અને વધુ વિગત તપાસ બાદ સામે આવશે.
શહેર મા વીવીઆઈપી રોડ શો અને અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમ હોવાના કારણે પોલીસે ખાસ બંદોબસ્ત અને રિહર્સલ કર્યું હતું. અલગ-અલગ વિસ્તારમાં ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે ત્યારે શહેરના એસજી હાઇ-વે પર આવેલા કર્ણાવતી ક્લબની પાછળની તરફ એક વ્યક્તિ પર ફાયરિંગ થયું હોવાનો કંટ્રોલ મેસેજ થયો હતો. જે માહિતીના આધારે સરખેજ પોલીસ ત્યાં પહોંચી હતી અને એક શકમંદની અટકાયત કરી છે.

Social