કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.7ની તીવ્રતા

ગુજરાતમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન કચ્છના ખાવડામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આંચકાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરના સમયે કચ્છ જિલ્લાના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા 3.7 નોંધાઈ છે. વિગતો મુજબ કચ્છના ખાવડાથી 30 કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

Social