રિલીફ રોડ આર્મીના લેફ્ટનન કર્નલને બે શખ્સોએ જોઇને ચાલતો નથી કહીને જાહેરમાં પટ્ટાથી માર માર્યો

રિલીફ રોડ પર આર્મીમાં ફરજ બજાવતા લેફ્ટનન કર્નલ પોતાની પત્ની સાથે ચાલતા જતા હતા તે સમયે એક કારચાલક તેમની પાસે આવ્યો હતો. જેથી કર્નલે કારના બોનેટ પર હાથ મૂકીને રસ્તો ક્રોસ કર્યો હતો. ત્યારે કારચાલકે ઉશ્કેરાઇને જોઇને ચાલતો નથી કહીને જાહેરમાં કર્નલને ફટકાર્યો હતો. આ દરમ્યાન કારમાં બેસેલ અજાણ્યા શખ્સે આવીને પણ માર માર્યો હતો. આ અંગે આર્મી કર્નલે બંને શખ્સો સામે કારંજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવી છે.
હનુમાન કેમ્પ શાહીબાગમાં રહેતા અભયભાઇ શીખરે આર્મીમાં લેફ્ટનન કર્નલ તરીકે નોકરી કરે છે. સાંજના સમયે તેઓ પત્ની કાવેરીબેન તેમજ પુત્રી સાથે લાલ દરવાજા ખરીદી કરવા ગયા હતા. બાદમાં રીલીફ રોડ પરથી ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. તે સમયે એક કારચાલક તેમની પાસે આવી જતા કારના બોનેટ પર હાથ મૂકીને તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે કારચાલકે ઉશ્કેરાઇને નીચે ઉતરીને જોઇને કેમ ચાલતો નથી કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. આટલું જ નહિ પટ્ટાથી કર્નલને જાહેરમાં માર મારવા લાગ્યો હતો. આ દરમ્યાન કારમાં બેસેલ અજાણ્યો શખ્સે પણ આવીને કર્નલને માર મારવા લાગ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો અને પત્નીએ તેમને છોડાવ્યા હતા. પરંતુ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે લેફ્ટનન કર્નલે કારંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Social