લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ : ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજ અમુક સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે હવે મૌકૂફ રહેશે. ચૂંટણીપંચના નિર્દેશ બાદ ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાને લઈને પરીક્ષા સ્થગિત રખાઈ છે. જોકે 8-9 મેની પરીક્ષા યથાવત્ રહેશે.ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે.

   5554 જગ્યા માટે પરીક્ષા ચાલી રહી છે. જેની પરીક્ષા પૂરી થઈ છે તેણે ફરીથી પરીક્ષા નહીં આપવી પડે. ચૂંટણી પછી બાકી ઉમેદવારોની પરીક્ષા યથાવત્ રહેશે. હાલ રાજ્યની કેટલીક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચારસંહિતા લાગુ છે. આ કારણોસર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની પરીક્ષાઓ લેવાવાની હતી, જેને હાલ સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.ચૂંટણીનાં પરિણામો બાદ જ પરીક્ષાની નવી તારીખો જાહેર થઈ શકે છે. ત્યાં સુધી ઉમેદવારો તેમના વાંચન પર વધુ ધ્યાન આપી શકે છે. આ સાથે જ ઉમેદવારોમાં જ્યાં સુધી નવું ટાઇમ ટેબલ જાહેર નહિ થાય ત્યાં સુધી પરીક્ષાની તારીખોને લઈને ઉત્સુકતા જળવાયેલી રહેશે.
Social