અમિત શાહે વિજય મુર્હતમાં ઉમેદવારી નોંધાવી, નવસારીમાં સી.આર. પાટીલ અને નૈષધ દેસાઇ એકસાથે ઉમેદવારી નોંધાવી
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ, મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર, દમણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ, દાદરા નગર હવેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજિત માહલા સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ એકસાથે કલેકટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા. જ્યાં બેનેએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવા નૈષધ દેસાઇ ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા.જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સૌપ્રથમ ઘરે માતાજીના મંદિરના દર્શન કર્યા બાદ તેના માતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમની સ્વર્ગસ્થ પુત્રીના ફોટાને ફુલહાર કરી કંકુ તિલક કર્યું હતું. ત્યારે પૂનમબેન ભાવુક થઇ ગયા હતા. એ બાદ પૂનમબેન માડમ કલેકટર કચેરીએ ફોર્મ ભર્યું હતું. ત્યારે તેમની સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ભાજપ પ્રદેશ પૂર્વ અધ્યક્ષ આર.સી ફળદુ વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા તેમજ શહેર ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.મહેસાણામા આજે લોકસભા બેઠકના ઉમેદવાર રામજી ઠાકોર આજે મહેસાણા કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું હતું. અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ બેઝ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. જેમાં મોટાભાગના દરેક વિભાગના તજજ્ઞ તબીબોને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત જરૂરી બ્લડને આરક્ષિત કરવામાં આવ્યું છે. સમગ્ર સિવિલ તંત્રને અમિત શાહના આગમન ટાણે એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે.
99