સરખેજ બાવળા રોડ પર ચાંગોદર નજીક રોડ ક્રોસ કરતાં શખ્સને કાર ચાલકે ટક્કર મારતા મોત: ચાલક ફરાર

સરખેજ બાવળા રોડ પર દિન પ્રતિદિન વધતા જતા નાના મોટા અકસ્માતને લઈને વાહન ચાલકોમાં ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં મોરૈયા પાટિયા બાદ ફરી એક વખત ચાંગોદર નજીક અકસ્માતની ઘટના બની છે. રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યો કાર ચાલકે ટક્કર મારીને ફરાર થયો હતો. જે મા રાહદારીનું મોત થતા સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.

      સાણંદના ચાંગોદરમાં ભાગોદય કેનાલ પાસે મીતલ કંપની કોલોનીમાં જવા માટે  કૈલાશસિંહ ઉત્તમસિંહ ભોકતા, મુનેશવર એતાસિંહ ભોક્તા તથા ધુપેન્દ્રસિંગ ભુલન ગંનજુ(રહે.ઝારખંડ) રોડ ક્રોસ કરી સામેની જતા હતા ત્યારે રોડ ક્રોસ કરવા જતા ધુપેન્દ્રસિંગ ભુલન ગંનજુને એક કાળા કલરની  ગાડીના ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવે ટક્કર મારી અકસ્માત કર્યો હતો. ધુપેન્દ્રસિંગને ઇજાઓ પહોંચી હતી અને ગાડીનો ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.  ઇજા પામનારને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ ત્યાં ડોક્ટર ન હોવાથી તેને 108 દ્વારા અમદાવાદ સીવીલ હોસ્પીટમલમાં જવા 108ને જાણ કરતાં ધુપેન્દ્રસિંગને 108એ મરણ જાહેર કર્યો હતો. અકસ્માતને લઈને કૈલાશસિંહએ ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
Social