અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર અકસ્માત : બોરીયા બેચરાજી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં
અમદાવાદ મોડાસા સ્ટેટ હાઇવે ઉપર તલોદના બોરીયા બેચરાજી સ્ટેન્ડ નજીક બે ટ્રક વચ્ચે સામ સામે અથડાતા અકસ્માતમાં મિનરલ પાણીની બોટલનો માલ સામાન ભરીને જતા ટ્રકનો ચાલક કેબીનના કાટમાળમાં ફસાતા ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપરોક્ત સ્ટેટ હાઇવે ઉપર તલોદના બોરીયા બેચરાજી ગામના સ્ટેન્ડ નજીક ગમખ્વાર અકસ્સમાત ર્જાયો હતો. જેમાં રખિયાલ તરફથી મિનરલ પાણીની બોટલ નું જથ્થો ભરીને જતી ટ્રકને હરસોલ તરફથી કપચી ભરીને આવતી ટ્રકે જોરદાર ટક્કર મારતા મિનરલ પાણીનો જથ્થો ભરેલ ટ્રકનો ચાલક ટ્રકના કેબિનના કાટમાળમાં ફસાઈ ગયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબીનના આગળના ભાગના કુરચે કુરચા નીકળી જવા સાથે ડીઝલ ટેવ પણ ફાટી જતા રોડ માર્ગ ઉપર ડીઝલ અને કાટમાળ પથરાઈ ગયો હતો જે સર્જાયેલ અકસ્માતની જાણ સ્થાનિકોને થતા લોકો મોટી સંખ્યામાં દોરી આવ્યા હતા ટ્રકના કેબીનના કાટમાળમાં ફસાયેલ ડ્રાઇવરની હાલતમાં બહાર કાઢી 108 મારફતે રખિયાલ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો હતો. બાદમાં અકસ્માતમાં ચાલક રસિકભાઈ રણછોડભાઈ પટેલ (ઉ.વર્ષ 60 રહે ધનસુરા,જિ.અરવલ્લી)નુ મોત નિપજ્યું છે,સતત વાહનોની અવરજવરથી ધમધમતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર બે ટ્રક સામ સામે અથડાતા હાઇવે ઉપર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિકજામ થઈ થઈ ગયો હતો સ્થાનિકોએ હાઈવે ઉપરથી કાટમાળ હટાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. સદ્દનસીબે સુળાની ઘાત સોયથી ટળતા રાહદારીઓ રાહતનો શ્વાસ લીધો હતો.

