દહેગામના કૃષ્ણનગર કોઠી વિસ્તારમાં મધરાતે ભૂસ્તર તંત્રના દરોડા, 70 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરી કરતાં ખનિજ માફિયાઓ સામે સખત પગલાં લેવા અને બિન અધિકૃત રીતે રેતીની ચોરી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહને કલેક્ટરે આપેલી સૂચનાના પગલે ટીમોને સક્રિય કરવામાં આવી હતી. જેના પગલે દહેગામ તાલુકાના કૃષ્ણનગર કોઠી વિસ્તારમાં મધરાતે દરોડો પાડીને ખનીજ માફિયાઓએ ગેરકાયદે ખોદેલા રેતીના જથ્થા સહિત 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

 ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે રેતીખનનની વ્યાપક બનેલી પ્રવૃત્તિ અટકાવવા કલેક્ટર મેહુલ દવેએ આપેલી કડક સૂચનાના પગલે જિલ્લા ભૂસ્તર તંત્ર સક્રિય બન્યું છે. ત્યારે મળેલી બાતમીના આધારે મોડી રાત્રે દહેગામ તાલુકાના કૃષ્ણનગર કોઠી વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ત્રણ વાહનો બિનઅધિકૃત સાદી રેતી ખનિજ વહન કરતાં પકડાયા હતા. જે વાહનો અને મુદ્દામાલને ચિલોડા ચેકપોસ્ટ મોટી શિહોલી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. ભૂસ્તર કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર  તથા માઇન્સ સુપરવાઇઝરએ આ રેડ કરી વાહનો પકડ્યાં હતાં.
Social