ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, કાળઝાળ ગરમી કહેર વરસાવશે
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ ખુબ વધ્યું છે. રાજયના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી રહ્યું છે,જેના લીધે પ્રશાસને ગરમીમાં કામ વગર બહાર ન નિકળવાની સલાહ આપી છે.કાળઝાળ ગરમીના લીધે ઝાડા-ઉલટીના કેસ અમદાવાદમાં વધ્યા છે. રાજ્યમાં ગરમી હજુપણ વધશે. હવામાન વિભાગે ગરમીને લઇને મોટી આગાહી કરતા જણાવ્યું કે આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ દિન-પ્રતિદન વધશે, અને કાળઝાળ ગરમી કહેર વરસાવશે. હવામાન નિષ્ણાત એકે દાસે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પછી 22 એપ્રિલ બાદ તાપમાન વધશે, એટલે કે સોમવાર સુધી તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રી મહત્તમ તાપમાન વધવાની સંભાવના છે.
હવામાન વિભાગના દાસે વધુમાં જણાવ્યું હતું કે શનિવારે અમરેલીમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું.મંગળવારથી તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.રાજયમાં કાળઝાળ ગરમી વધવાની સંભાવના વ્યકત કરાઇ છે. હાલ ગરમીના લીધે ડિહાઇડ્રેશનના કેસ પણ ખુબ વધ્યા છે. એટલે પાણી પણ ગરમીમાં વધુ પીવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત બે ત્રણ દિવસ હિટવેવ થવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજકોટ, અમરેલી, મહેસાણામાં કાલઝાળગરમી કહેર વરસાવશે.
