અમદાવાદના શિલજ, રતનપોળ અને વાંસ ગામે આગ લાગતા દોડધામ મચી : 1નું મોત

સૂત્રોના કહેવા મુજબ શહેરના શીલજ ક્રોસ રોડ નજીક અમેરિકન બેગ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી થલતેજ ફાયર સ્ટેશનની કુલ 5 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ લાગવાના કારણે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક હોવાના કારણે આગ વધુ મોટી હોવાનું જાણવા મળ્યું હતું.

બીજી તરફ શહેરના રતનપોળ વિસ્તારમાં ધનલક્ષ્મી માર્કેટ આવેલું છે. જે માર્કેટમાં કાપડની એક દુકાનમાં આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેના પગલે ફાયર બ્રિગેડની ત્રણ ગાડી સાથે જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કાપડની દુકાન હોવાના કારણે આસપાસમાં આગ ફેલાય નહીં, જેને લઇ ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી.

તેમજ અમદાવાદ શહેરને અડીને આવેલ વાંચ ગામમાં
ક્રિષ્ના ફટાકડાની ફેકટરીમાં
ફટાકડા બનાવતા સમયે કોઈ કારણોસર આગ લાગી હતી. ફેકટરીમાં કામ કરતા પ્રદીપ આમલીયા નામના શ્રમિકનું દાઝી જતાં મોત થયું હતું તેમજ ફેક્ટરી ચલાવનાર માલિકને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે વિવેકાનંદ નગર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

Social