વેજલપુર પોલીસે ગેરકાયદેસર ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું

વેજલપુર પોલીસે ગેરકાયદેસર ચાલતું કતલખાનું ઝડપી પાડ્યું .પોલીસ કતલખાનામાં પહોંચી ત્યારે લોકો બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી રહ્યા હતા.પોલીસે કતલખાનામાંથી 400 કિલો ગૌમાંસ પણ કબ્જે કર્યું હતુ.કતલખાનું ચલાવનાર 2 આરોપીઓની ધરપકડ કરી ગૌમાંસ,વાહન સહિત 2.85 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
વેજલપુર પોલીસે બાતમીના આધારે સોનલ રોડ પાસે કતલખાનું પકડવા રેડ કરી હતી ત્યારે લોકોએ પોલીસને જોઈ બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.પોલીસે પાછળ દોડીને સિરાજુદ્દીન શેખ અને ઇમરાન હુસેન સૈયદ નામના બે આરોપીઓને ઝડપી પાડયા હતા.આરોપીઓને ઝડપીને તપાસ કરતા ત્યાં રિક્ષા મળી આવી હતી જેમાં પાછળની ભાગે ગૌમાંસનો જથ્થો હતો.કુલ 400 કિલો માસ મળી આવ્યું હતું જે અંગે પોલીસે તપાસ કરતા તમામ જથ્થો ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસને આવતી જોઈ ઝહિરૂદીન,જીસાન શેખ,ફારુક,બિહારી,મોહસીન નામના આરોપીઓ ભાગી ગયા હતા.પોલીસે 7 ઈસમો સામે ગુનો નોંધી 2 ઈસમોની ધરપકડ કરી હતી.

Social