ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના ખર્ચ નિયંત્રણ ઓબ્ઝર્વર જનાર્દન એસ.એ જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી કામગીરીનું નિરીક્ષણ કર્યુ

   ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના ખર્ચ નિયંત્રણ ઓબ્ઝર્વર શ્રી જનાર્દન. એસ. એ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત વિવિધ ટીમોની કામગીરીના અહેવાલનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે આ સાથે ચૂંટણી કામગીરી કરતી વિવિધ શાખાઓ અને કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.ગાંધીનગર સંસદીય મતદાર વિભાગના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર થઇ ગઇ છે. તેની સાથે લોકશાહીના અવસરના ઢોલ ઢબુકવા માંડયા છે. લોકશાહીનો અવસર ઉત્સાહભેર યોજાય તેની સાથે સાથે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ વિઘાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરી અને વિવિધ કંટ્રોલ રૂમની મુલાકાત ખર્ચ નિરીક્ષક જનાર્દન એસ.એ લીધી હતી.
    જિલ્લા સેવા સદન ખાતે મુલાકાતે આવેલા ખર્ચ નિયંત્રણ ઓબ્ઝર્વર જનાર્દન.એસ. દ્વારા સૌ પ્રથમ સોશ્યિલ મીડિયા ઉપર ઉમેદવારોના ખર્ચ, પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ અંગેના મોનિટરીંગ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ સમગ્ર કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમજ સોશ્યિલ મીડિયાની કામગીરી કેવી રીતે સરળતાથી કરી શકાય તે માટેના પોતાના સૂચન પણ રજૂ કર્યા હતા. ત્યારબાદ ઓબ્ઝર્વરશ્રીએ ઇલેકટ્રોનિક મીડિયાના સમાચારો, જાહેરાત અને પેઇડ ન્યૂઝનું મોનિટરીંગ કરતા ઇ.એમ.સી. સેન્ટરની મુલાકાત લીઘી હતી. ત્યાં ઉપસ્થિત અધિકારી- કર્મચારીઓ પાસે આ કામગીરીની સંપૂર્ણ વિગત મેળવી હતી. તેમજ કેવી રીતે આ કામગીરીની વ્યવસ્થા ગોઠવાઇ છે, કેટલા કલાક મોનિટરીંગ કરવામાં આવે છે, જેવી અનેક માહિતી સ્વયંમ કામ કરતાં કર્મયોગીઓ પાસેથી મેળવી હતી.
Social