કાર પર ભારત સરકાર લખી લાલ લાઈટ લગાવી ગાડી લઇ ફરતો એક ઝડપાયો

 રસ્તા પર લાલ લાઇટવાળી કાર લઈને ફરતા એક વ્યક્તિને અમદાવાદ પોલીસે ઝડપી લીધો. આ વ્યક્તિ પોતે અધિકારી હોવાની વાતો કરતો હતો. પરંતુ છેલ્લે તેનો ભાંડો ફૂટી ગયો અને તે એક સામાન્ય સોફ્ટવેર એન્જિનિયર હોવાનું સામે આવ્યું હતું. આ વ્યક્તિ સામે હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને તેની સામે કાર્યવાહી શરૂ કરી. ઉલ્લેખનીય છે કે કારમાં ઉપરની તરફ પોલીસના જે લ્યુમેક્સ લાઇટ હોય છે, તેવું લગાડેલું જોવા મળ્યું હતું.સામાન્ય લોકો પર પ્રભાવ પાડવા માટે આ કૃત્ય કર્યું હોવાનું તેમજ તેની કાર પર જે નંબર પ્લેટ હતી, એ પણ ખોટી હોવાનું સામે આવ્યું હતું.
   શહેરમાં ચૂંટણીના કારણે અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે એક કાર યુનિવર્સિટી પાસે હેલ્મેટ સર્કલ તરફ જઈ રહી હતી, ત્યારે કાર પર ભારત સરકાર લખેલું અને કારની ઉપર અધિકારીઓને મળતા લ્યુમેક્સ લાગેલા હતા. પ્રથમ દૃષ્ટિએ આ કાર અમદાવાદમાં ફરીથી જોવા મળતી નથી અને કાર ઉપર દિલ્હી પાસિંગનો નંબર હતો. એટલે પોલીસે આ કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કાર રોકાય નહીં, એટલે પોલીસે પીછો કરીને આ કારણે રોકીને કારમાં બેઠેલા વ્યક્તિને પૂછી તો તેને પોતે અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેના પાસે પોલીસે આઈકાર્ડ કે અન્ય વિગત માંગતા તેની પાસે કશું મળી આવ્યું ન હતું અને જેથી પોલીસને વધુ શંકા ગઈ હતી.પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે, આ વ્યક્તિનું નામ સૌરીન બોઝ છે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તે માઇક્રોસોફ્ટ કંપની માટે અલગ અલગ એસાઈમેન્ટ અને કામ કરે છે એવું પોલીસે જણાવ્યું હતું અને હાલ તે અમદાવાદમાં તેના મિત્ર યસને મળવા આવ્યો હતો. તેની કાર પર જે નંબર પ્લેટ હતી, તે ડીએલ પાર્સિંગની હતી પણ તે પણ ખોટી હતી, તે મૂળ કાર વેસ્ટ બંગાળ પાસે હતી.
Social