બનાસકાંઠાની પેપર મિલમાં ગેસ ગૂંગળામળથી 3 મજૂરોના મોત

   બનાસકાંઠામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેપરમિલમાં 3 મજૂરોના ગેસ ગૂંગળામળમાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઇવે પર આવેલી પેપર મિલમાં દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના પાલનપુર - ડીસા હાઇવે પાસે બાદરપુરા ગામ પાસે 20 વર્ષ જૂની પેપર મિલ આવેલી છે,આ પેપર મિલમાં પેપર પલાળવા માટે નાની ચાર કૂવા ટાઇપની કુંડીઓ કરી હતી, ત્યાં એક મજૂર કુંડીમાં પડી ગયો હતો, આ કુંડીમાં ગેસ એકઠો થયો હતો જેના લીધે મજૂરનો શ્વાસ રૂંધાઇ જતા તે બેહોશ થઇ ગયો  તેને બહાર કાઢવા અન્ય મજૂર પણ ઉતર્યા હતા તે પણ ગેસના ગૂંગળામળના લીધે બેહોશ થઇ ગયો હતો. આ ઘટનાની જાણ 108ને સત્વરે કરવામાં આવી હતી અને ફાયર ટીમ સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને  બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અસરગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ફાયર ટીમે ભારે જહેમત બાદ મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડી હતા.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ડોકટરે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Social