કાલુપુર સ્ટેશન પર હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ. 2.22 લાખનો 22 કિલો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો

કાલુપુર રેલ્વે સ્ટેશન પર હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ. 2.22 લાખનો 22.210 કિલોગ્રામ ગાંજાનો જથ્થો બિનવારસી હાલમાં મળી આવ્યો છે. જેમાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધીને જુદી-જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર લોકસભાની ચૂંટણીને લઇને પશ્ચિમ રેલ્વે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ મુસાફરોની વોચમાં હતા. ત્યારબાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા હતા. આ દરમ્યાન કોચ નં એસ/5ના બાથરૂમ પાસે બે બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી. બેગમાં તપાસ કરતા તેમાંથી રૂ. 2.22 લાખનો 22.210 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેમજ પોલીસે ગાંજા સાથે કુલ રૂ. 2.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ પોલીસે આસપાસ તપાસ કરી પરંતુ બેગ કોની છે તેની જાણ થઇ ન હતી. જેથી અજાણ્યો શખ્સ પકડાઇ જવાના ડરથી ગાંજાનો જત્થો મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અંગે રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જો કે મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ટ્રેન મારફતે ગાંજા અને દારૂની હેરફેર વધી રહી છે. જેથી પોલીસે સ્પેશ્યલ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

Social