કુરિયર અમદાવાદ એરપોર્ટ પર આવશે એટલે તે પાર્સલનો ચાર્જ ચૂકવી દેજે તેમ કહી ઠગાઈ
કાલુપુરમાં 30 વર્ષીય નેહા ગોહિલ તેના પતિ સહિતના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. ગત 4 માર્ચે સાંજના સમયે નેહા ઘરે હાજર હતી ત્યારે ઈન્સ્ટાગ્રામ પર મરિયાએલેક્સ નામથી ફેન્ડ રીકવેસ્ટ આવી હતી. જેથી નેહાએ એક્સેપક્ટ કર્યા બાદ મરિયાએલેક્સે મેસેજો પર વાત કરવાનું શરૂ કર્યુ હતુ. તેણે પોતે યુ.કે. ખેતે રહેતી હોવાનું અને પાયલોટ તરીકે નોકરી કરતી હોવાનુ જણાવ્યુ હતુ. બે દિવસ સુધી વાત કર્યા બાદ મરિયાએલેક્સ નામની આઈડી ધારે નેહાને મેસેજ કરીને મે તારા માટે ગિફ્ટ ખરીદી છે જે હું તને ફ્લાઈટ દ્વારા યુ.કે થી ઈન્ડિયા ખાતે કુરિયર કરૂ છુ. કુરિયર અમદાવાદ એરપોર્ટ પર આવશે એટલે તે પાર્સલનો ચાર્જ ચૂકવી દેજે તેમ જણાવ્યું હતુ.
બાદમાં બીજા દિવસે નેહા પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને પોતે મરીના ચૌધરી દિલ્હી એરપોર્ટ પરથી કસ્ટમમાંથી વાત કરતો હોવાનું તથા તમારુ જે યુ.કે થી પાર્સલ આવ્યુ છે તે ભુલથી દિલ્હી એરપોર્ટ પર આવી ગયુ છે, જેથી આ પાર્સલને છોડવા માટે તમારે રૂ.35 હજાર ભરવા પડશે. જેથી નેહાએ ઓનલાઈન રૂ.35 હજાર ભર્યા હતા. પૈસા ભર્યાના થોડા સમય પછી પરત ફોન આવ્યો હતો અને જણાવ્યું હતુ કે, તમારુ પાર્સલ સ્કેન કરતા અંદરથી રૂ.70 હજાર ડોલર છે, જે બ્લેકમની છે જેથી તેનો ચાર્જ તમારે ચૂકવવો પડશે. જો ચાર્જ નહીં ચૂકવો તો તમારી પર સરકાર તરફથી ઈંક્વાયરી ઉભી થશે. તેવી વાત કરી હતી. જો કે ગભરાઈ ગયેલા નેહાબેને પહેલા તો રૂ. 75 હજાર રૂપિયા ઓનલાઈન ચૂકવી આપ્યા હતા. છતા પણ તેમને રૂ.2.50 લાખ ચાર્જ ભરવા માટે કહીને અવાર નવાર ફોન કરતા હતા. જેથી નેહાબેને તેમના પરિવારને જાણ કરતા ઓનલાઈન ફ્રોડ થયો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી આ મામલે નેહાબેને કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
