હાઇકોર્ટેમાં હેબિયસ કૉર્પસમાં બે યુવતિઓએ પતિ સાથે રહેવા ઈચ્છા દર્શાવી

હાઇકોર્ટના કેસમાં મહેસાણાના અરજદાર પતિએ પોતાની પત્નીને લઈને એડવોકેટ મોહમ્મદ મુસેબ શેખ મારફતે હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે કૉર્પસ યુવતી અને અરજદારે અમદાવાદ ખાતે લગ્ન કર્યા હતા. જેનું મેરેજ સર્ટીફીકેટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું. એડવોકેટ દિવ્યરાજ ડોડીયા મારફતે અરજદારને હેબિયસ કૉર્પસ કરવાની સલાહ મળી હતી.કોર્ટે પોલીસને કૉર્પસને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવા હુકમ કર્યો હતો.
21 વર્ષીય કૉર્પસ યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી. જેને સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેને કહ્યું હતું કે અરજદાર સાતેહ તેને મરજીથી લગ્ન કર્યા હતા. તે અરજદાર સાથે જ રહેવા માંગે છે. પરંતુ પિયર પક્ષના લોકો તેને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયા હતા. જ્યારે અરજદારે કહ્યું હતું કે તે નીચી જાતિથી આવે છે. સામાવાળા માથાભારે તત્વો છે. પોલીસ ફરિયાદ નોધાવવા અરજદારે પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નહોતી.પિયર વાળાએ યુવતીને ઉપાડી જઈને તેની મરજી વિરુદ્ધ જ્ઞાતિના જ અન્ય યુવક સાથે લગ્ન કરાવ્યા હતા. જેથી યુવતીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. તેને પાટણની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. જ્યાંથી નર્સના ફોનથી તેને અરજદારનો સંપર્ક કર્યો હતો. જે યુવક સાથે પિયરના લોકોએ યુવતીના લગ્ન કરાવ્યા હતા. તેને પણ યુવતીને રાખવા ઇનકાર કરી દેતા પિયરના લોકોએ જ્ઞાતિમાં જ બીજે લગ્ન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોર્ટે યુવતી પુખ્ત ઉંમરની અને પોતાનું સારું નરસું સમજી શકતી હોવાથી તેના નિર્ણયને સ્વતંત્ર ગણ્યો હતો.

સાથે જ પોલીસને અરજદાર અને યુવતીને સહી સલામત ઘરે પહોંચાડવા હુમક કર્યો હતો. ઉપરાંત જરૂર પડે પોલીસ મદદ આપવા જણાવ્યુ હતું.બીજા કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના એક વ્યકિતએ પોતાની પત્નીને લઈને હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે અમદાવાદમાં 23 વર્ષીય નર્સ સાથે લગ્ન કર્યા હતા. તે નોકરીએ ગઈ ત્યારે તેના પિયર પક્ષના લોકો તેને ઉપાડી ગયા હતા. ત્યારબાદ તેને કોઈ જગ્યાએ રાખવામાં આવી છે. અરજદારે 31 માર્ચના રોજ પત્ની ગુમ થયાની અરજી પોલીસને આપી હતી. પરંતુ તેની ભાળ ના મળતા પતિએ હાઇકોર્ટમાં હેબીયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. કોર્ટે યુવતીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરવા પોલીસને હુકમ કર્યો હતો.યુવતીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરાતા તેણીએ પોતાના પતિ સાથે જ રહેવા ઈચ્છા દર્શાવી હતી. તેને એ પણ જણાવ્યું હતું કે તેનો પતિ અગાઉ ત્રણ વખત લગ્ન કરી ચૂક્યો છે તે પોતે જાણે છે. તેને અરજદાર સાથે લગ્ન કર્યાનું સર્ટિફિકેટ પણ કોર્ટ સમક્ષ મૂક્યું હતું. ઉલેલખનીય છેઅરજદારે તેની પત્ની સાથે વફાદાર રહેવા અને અન્ય કોઈ લગ્ન બાહ્ય સંબંધો ના રાખવા પત્નીને બાહેંધરી આપી હતી.

Social