સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા: ઉણપો અને ઉકેલો” વિષય પર ગોષ્ટી યોજાશે.
સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાત્રે ૮:૩૦ કલાકે સાણંદ સ્થિત ઠક્કર બાપા છાત્રાલય ખાતે વિચાર મંચના બારમાં મણકામાં વક્તા શ્રી અનિરુદ્ધસિંહ પઢેરીયા અને સહભાગીઓ દ્વારા પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં રહેલ ઉણપો અને ઉકેલો વિષે વિગતે વિચાર ગોષ્ઠિ કરવામાં આવશે.
સંસ્થાના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રસ ધરાવતા તમામ લોકો આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકશે.
