रोगों को फुर्सत कहां, दें आकर संत्रास,
पता लगा कर पहुंचते,हैं हम उनके पास.
उमेश श्रीवास्तव.

ઘણા વર્ષ પહેલાં આદરણીય ગુણવંત શાહનો બહુચર્ચિત પુસ્તક ‘મરો ત્યાં સુધી જીઓ’ વાંચ્યા પછી મે આ પંક્તિઓ લખેલી.એ વખતે મને ખબર ન હતી કે આ પંક્તિઓ હુ મારા માટે લાઞુ પાડીશ.અત્યારે આ સાવ જ નિરાંતની ક્ષણોમા એક ઘટનાનુ સ્મરણ થાય છે જેમાં લાયન્સ ક્લબ ઑફ સાણંદ યૂનિટે ગુજરાત અને રાષ્ટ્રના જાણીતા વિદ્વાન કે.કા.શાસ્ત્રીને સાણંદ ના વરિષ્ઠ નાગરિકોના એક સમારોહ માં આમંત્રણ આપેલુ ત્યારે શાસ્ત્રીજીએ એક વર્ષ પહેલાં પોતાના જીવનના એકસો વર્ષ પૂરાં કરી લીધા હતાં.
પોતાના દીર્ઘ વક્તવ્ય દરમિયાન માઇક ના ઉપયોગ વગર, વચ્ચે એક વાર પણ પાણી પીધાં વિના ધારા પ્રવાહ બોલતા રહ્યા. એમના વિધાનોની સરખામણી તો રત્ન કણિકાઓ ની સાથે જ થઇ શકે. એમણે કહ્યું કે જે દિવસે તમને તાવ આવે, શરીર કે માથું દુઃખે, શર્દી અથવા ઉધરસ થી પીડાવ તો સમજી જજો કે એ દિવસ પૂરતું જીવતા ન આવડ્યું. કુદરત કોઈ પણ અપવાદ વિના દરેક વ્યક્તિ ને સો વર્ષ ની ગેરંટી સાથે અન્ગ ઉપાન્ગો આપે છે. આપણા શારીરિક સ્વાસ્થ્ય નો આધારસ્તમ્ભ તો આપણી જીવન શૈલી છે, જેમાં આપણું આહાર,વિહાર, શારીરિક શ્રમ,સ્વભાવ, ભાવનાઓ અને લાગણીઓનો સમાવેશ થાય છે.
આત્મવિશ્વાસ ઇચ્છનીય હોઈ શકે પણ એનો અતિરેક સંકટને નોતરી શકે છે જે મે સાકાર કરી બતાવ્યું. સત્તરમી એપ્રિલ રામનવમી ના દિવસે હુ હંમેશ ની જેમ વિશ્વગ્રામ જવા માટે મહેસાણા થી વિસનગર રોડ પર આવેલ આશ્રમ જવા બાઈક પર નીકળી પડ્યો. સામાન્ય રીતે હુ હેલ્મેટ માથા પર રાખુ છું પરંતુ સંજોગોવશાત એના વગર મારે જવું પડ્યુ. પણ હુ રસ્તામાં જરુર ખરીદી લઈશ એવા નિર્ધાર સાથે.
હુ સવારે છ વાગ્યે નીકળી સાડા નવ વાગે સ્થળ પર પહોંચી, સમયસર સમારોહ પૂર્ણ કરી ભોજન કર્યા પછી બપોરે બે વાગ્યે હેલ્મેટ વગર બાઇક પર સાણંદ આવવા નીકળી પડ્યો. હું દૂધસાગર ડેરીની સામે આવેલ ‘સહયોગ’ સ્ટોર પર એક કલાક રોકાઈને સાણંદજવા નીકળી પડ્યો. ભયંકર લૂ અને પ્રચંડ ગરમી માં શંકુ વોટર પાર્ક ની સામે આવેલી જનપથ હોટલમાં મેં એક થી પોણા બે કલાક સુધી આરામ કર્યો. આ રીતે હું લગભગ સાડા સાત વાગ્યે ઘરે પહોંચ્યો, જ્યાં ઉપર વર્ણવેલ સંકટ મારી રાહ જોતો હતો.
ઘરે પહોંચતાની સાથે જ મારા નાના પૌત્રને બાઈક પર બેસાડી સોસાયટી ના બે આંટા માર્યા, ત્યારબાદ ફ્રેશ થઇ હું આડો પડ્યો. અચાનક છાતીમાં બળતરા શરુ, થોડી બેચેની પણ, ટોયલેટ જવા ઉપડ્યો અને પરસેવાની પણ શરૂઆત થઇ ગઈ. પેટમાં પાણી થઇ ગયું જાણે કે ડાયરિયા. લક્ષણો પર થી બધાને ખબર પડી ગઈ. તત્કાલ મારા મોટા પૌત્રએ પોતાના પપ્પા એટલે કે મારા પુત્ર અભિષેક ને ફોન કરીને બોલાવ્યો અને અવિલંબ મને સાણંદ ની જનતા હોસ્પીટલમાં અને ત્યારપછી ત્યાના તબીબોની સમયસૂચક અને ચિંતિત કરનાર સલાહ સૂચન મુજબ અમદાવાદની જીવરાજ મેહતા હોસ્પીટલમાં અમે પહોંચી ગયા જ્યાં ડૉ. હિતેષ પટેલ પહેલાથી જ હાજર હતા અને I.C.C.U માં બધી તૈયારી કરવાની સૂચના આપી દીધી હતી.
જીવરાજ મહેતા હોસ્પીટલમાં I.C.C.U વિભાગમાં ત્રણ દિવસ અને એક દિવસ જનરલ વોર્ડ માં મને ટ્રીટમેન્ટ આપીને ત્યાના તબીબોએ અને ખાસ કરીને લોંગલાઈફ હોસ્પીટલના ડૉ. હિતેષ પટેલ સરે ખૂબ જહેમત ઉઠાવીને મને જોખિમ મુક્ત અને ચિંતા મુક્ત કર્યો. હોસ્પીટલના સ્ટાફના સદ્વ્યવહાર થી મને સ્વસ્થ થવામાં ખૂબ મદદ મળી.
મારો નાનો ભાઈ ગીરીશ શ્રીવાસ્તવ અને નાના પુત્ર રાહુલ શ્રીવાસ્તવ (સંતરામપુર) સિવાય કોઈને પણ માંદગીની જાણકારી કે સમાચાર આપ્યા ન હતા જેના માટે હું મારા બધા સ્વજનોની માફી માંગુ છું. અત્યારે હું ઘરે છું. સંપૂર્ણ આરામની સલાહ ડોકટરે આપી છે. પ્રાર્થના કે શુભેચ્છાઓ માટે શબ્દોની કે રૂબરૂ મળવાની પણ જરૂર હોતી નથી. અન્તર્મન માંથી નીકળતી દુઆ અવશ્ય અન્તર્મન સુધી પહોંચે છે. આભાર ની લાગણી સહ

Social