અમિત શાહનો વડોદરામાં રોડ શો શરૂ : રોડ શો માર્ગ ઉપર 90 ફૂટ લાબું વેલકમ અમિત શાહના બેનરે આકર્ષણ જમાવ્યુ

     આજરોજ 27 એપ્રિલે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં છે. તેઓ દિવસ દરમિયાન 3 સભા માટે પ્રચાર કરી છે. જેમાંની સવારે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામકંડોરણામાં સભા સંબોધી હતી. મધ્યાહન બાદ ભરૂચમાં અને બપોરે ગોધરામાં જાહેરસભાને સંબોધી હતી. આ ઉપરાંત તેઓ વડોદરા શહેરમાં રોડ શો કરી રહ્યા છે. જેમાં તેઓ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કરી રહ્યા છે.
   રોડ શો ચોખંડી પહોંચ્યો હતો. દરમિયાન અમિત શાહે હાથમાં લાઈટ વાળું કમળ બતાવી અભિવાદન ઝિલ્યું હતું. રોડ શોનો માર્ગ જય શ્રી રામ, ભારત માતા કી જયના નાદથી ગૂંજી ઉઠ્યો હતો, મેયર પિકીબેન સોની અને ધારાસભ્ય મનિષાબેન વકીલ પગપાળા રોડ શોમાં જોડાયા છે. રોડ શો માર્ગ ઉપર 90 ફૂટ લાબું વેલકમ અમિત શાહના બેનરે આકર્ષણ જમાવ્યું છે.
Social