રાજસ્થાન અને ગુજરાતમાં ગાંધીનગર નજીકના ગામ પાસેથી ઝડપાઇ કાળા કારોબારની ફેકટરી : અંદાજે 25 કિલો ડ્રગ સાથે 10 જેટલા લોકોની ધરપકડ

    ગુજરાત ATS અને NCBએ રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી એક ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે આવેલા એક ગામ નજીક પકડાયેલ એક ફેક્ટરીમાંથી અંદાજે  25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન 10 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
   ATS અને NCB એ મોટું ઓપરેશન પાર પાડી રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ત્રણ ફેકટરી ઝડપી લીધી છે આ ત્રણે ફેક્ટરી માંથી ગુજરાતના ગાંધીનગરથી ઝડપાયેલ ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે.રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી એક ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન 10 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પાસેથી ડ્રગ ફેક્ટરી ઝડપાઈ છે રાજસ્થાન અને ગુજરાતમાં જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ જેમાંથી રાજસ્થાન માંથી 2 અને ગુજરાતના ગાંધીનગર માંથી એક ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીનગરમાંથી મળી આવેલી ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવાની કામગીરી ચાલી રહી હતી અને અહીં ફેક્ટરીમાંથી જ સપ્લાય કરવામાં આવી રહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો હતો. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું હતુ. તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે ખુલાસો થયો કે એક એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદીત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
Social