વોન્ટેડ આરોપીના ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
શહેર પોલીસે બાતમીના આધારે અમદાવાદમાંથી 6 ગુન્હામાં સંડોવાયેલા આરોપી કરણ રબારીને ઝડપી પાડ્યો છે. તે ઘાટલોડિયાના એક ફ્લેટમાં રહેતો હતો. મૂળ તે કારગીલ પેટ્રોલ પંપ પાસેના એક બંગલામાં રહે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 7 દિવસની સામે 29મી એપ્રિલના સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે જડતી દરમિયાન તેની પાસેથી જૂનાગઢ અને ગાંધીનગરના રહેવાસીઓના બે આધાર કાર્ડ મળ્યા હતા. જેની ઉપર આરોપીનો ફોટો હતો. ઉપરાંત તેની મહિન્દ્રા થાર ગાડી ઉપર પણ નકલી નંબર પ્લેટ લાગેલી હતી. તેની પાસેથી શરાબની બોટલ પણ મળી આવી હતી. પોલીસે આરોપી સામે બોપલ પોલીસ મથકે IPCની કલમ 465 અને 467 મુજબ ગુન્હો નોંધ્યો હતો.આરોપીને કોર્ટમા રજૂ કરીને પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે, આરોપીના 29 એપ્રિલ સવારે 11 કલાક સુધીના રિમાન્ડ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ કે.નીમાવતે મંજૂર કર્યા હતા. પોલીસ વતી સરકારી વકીલ ટી.એલ.બારોટે જણાવ્યું હતું કે, ડુપ્લીકેટ આધારકાર્ડ અને ગાડી નંબર વિશે માહિતી મેળવવાની છે. તેની પાસેથી મળેલા બાનાખત અને પાવર ઓફ એટર્નીની પણ તપાસ કરવાની છે. આરોપી ઉપર અગાઉ 6 ગુન્હા નોંધાયેલા છે. આરોપી જ્યાંથી ઝડપાયો ત્યાં ભાડેથી રહેતો હતો, છતાં કોઈ ભાડા કરાર અથવા મકાન માલિકનું નામ જણાવતો નથી.
63