બાવળાના કોચરીયા ગામેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો LCBએ પકડ્યો
જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા LCB પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયાના માર્ગદર્શન હેઠળ ASI અજયસિંહ ચુડાસમા તથા PC મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ ચોક્કસ બાતમી આધારે બાવળાનાકોચરીયા ગામેથી હ્યુન્ડાઈ ક્રેટા ગાડી માંથી ભારતીય બનાવટની વિદેશી દારુની અલગ-અલગ બ્રાન્ડની કાચની શીલબંધ બોટલો નંગ1297 સહીત કુલ રૂ.12.52 લાખનો મુદ્દામાલ ઝડપી પાડતી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

