અમદાવાદના મહંમદપુરા પાસે અંદાજે 25 ફૂટની હાઈટ પર ફસાયેલા મોરનું સહી સલામત રેસ્ક્યૂ

અમદાવાદના કર્ણાવતી ક્લબ રોડ પર મહંમદપુરા પાસે એક ક્રિકેટ બોક્સની જાળીમાં મોર ફસાઈ ગયો હતો. જેથી, ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજે 25 ફૂટ ઉપર ફસાયેલા મોરને સહી-સલામત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચે ઉતારવામાં આવ્યો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી દેવાયો હતો.
અંગે અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે, શહેરના કર્ણાવતી ક્લબ રોડ ઉપર મહંમદપુરા ગામ નજીક આવેલા વિનસ કાફે પાસે એક ક્રિકેટ બોક્સ આવેલું છે, જેમાં એક મોર ફસાઈ ગયો છે. જેથી, પ્રહલાદનગર ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાને બાજુમાં આવેલા ઝાડ ઉપરથી બોક્સ ક્રિકેટની જાળી ઉપર ચડી અને તેને નીચે ઉતાર્યો હતો. બોક્સ ક્રિકેટની બાજુમાં ઝાડ આવેલું હતું અને તે ઝાડ ઉપર મોર હતો, જે ત્યાંથી ઉડવા જતા બોક્સ ક્રિકેટની જાળીમાં ફસાઈ ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા મોરને નીચે ઉતાર્યા બાદ તેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને સોંપવામાં આવ્યો હતો

Social