અમદાવાદ સિવિલના તબીબોએ આવી રીતે બે બાળકોના જીવ બચાવ્યા : તમારા બાળકો સાથે પણ આવું ના બને તેનું ધ્યાન રાખો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકોના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી ૧લી એપ્રિલ ૨૦૨૪ ના રોજ રમતમાં આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ. ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને સોયાબીનનો દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસ નળીમાં સોયાબીનનો દાણો ગયો હોવાની શંકા જતા સાંજે ૭ વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.

બીજા કિસ્સાની વાત કરી એ તો ગીર સોમનાથ નાં શાહિદ ભાઈ સુમરા અને મુનીજા બેન નાં દોઢ વર્ષ ના દીકરા અલી ને ૧૮ એપ્રિલ ના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દિકરાની શ્વાસ નળી માં નાળિયેર નો ટુકડો ગયો હોવાની શંકા જતા તાત્કાલિક સોમનાથમાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જન ને બતાવ્યું. ત્યાં થી અમદાવાદ સિવિલ રીફર કરવામા આવ્યા. જ્યાં ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક વીભાગ નાં વડા અને મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એનેસ્થેસિયા વિભાગ નાં પ્રોફેસર ડૉ. સ્મિતા અને એસોસિયેટ પ્રોફેસર ડૉ નિલેષની ટીમે બ્રોન્કોસ્કોપી કરી અને. મુનીજાં બેનની શંકા મુજબ નો નાળિયેર નો ટુકડો બહાર કાઢ્યો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી.
સિવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે,નાના બાળકો મા શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવાનાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવા મા નાં આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથ માં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ તેમ જણાવ્યું હતું. આ બંને કિસ્સા ઓ માં તેમની માતાઓ ની સાવચેતી અને જાગરૂકતા ના કારણે સમયસર ખબર પડતાં બંને બાળકો નો જીવ આપણે બચાવી શક્યા તેમ તેમણે જણાવ્યું હતું.

Social