દંતાલી ગામની કેનાલ પાસે ફોટોશૂટ માટે ગયેલ યુગલને લૂંટી લેનારને ઝડપી લેવાયો

દંતાલી ગામ પાસે આવેલી નર્મદા રેલવે બ્રિજ નજીક કેનાલ પાસે યુગલને છરીની અણીએ લૂંટી લેવામાં આવે ઘટના અંગે નજર કરીએ તો એક યુવક યુવતી ફોટોશૂટ કરાવવા માટે ગત 21 એપ્રિલના રોજ સાંજે સાતેક વાગ્યાના આસપાસ નર્મદા કેનાલ પાસે ગયા હતા. રસ્તો સુમસાન હતો અને વાતાવરણ અહલાદક હોવાના કારણે ફોટો સારા આવે તે માટે આ યુગલ ત્યાં ફોટોશૂટ માં મશગૂલ હતું.પરંતુ આ દરમિયાન બાઈક ઉપર આવેલા બે ઈસમો યુગલને છરી બતાવીને તેમને પહેરેલા તમામ દાગીનાઓ ઉતરાવી લીધા.
તીક્ષ્ણ હથિયાર બતાવીને બાઇક પર આવેલા બન્ને ઈસમો સોના ચાંદીના દાગીના લઈ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા. જોકે યુગલે હિંમતભેર આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.પોલીસે ઘટના સ્થળ આસપાસ રોડ પરના સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓની બાઇક આધારે અડાલજ પોલીસે રૂટ પરના 100થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.પોલીસને હકીકત મળી કે લૂંટ કરવા આવેલા બે ઈસમો પૈકી બાઇકમાં પાછળ બેઠેલા ઈસમ સોબીત ઉર્ફે રાહુલ શર્મા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવવાનો હોવાની હકીકત મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપી સોબીત ઉર્ફે રાહુલ શર્મા અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું. આરોપી સોબીત તેના મિત્ર રોહિત ઉર્ફે બાબુ કોરી નામના ઈસમ સાથે બાઈક લઈને તેઓ અદાણી શાંતિગ્રામથી નર્મદા કેનાલ લૂંટ કરવાના ઇરાદે જ ગયા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.જ્યારે આ ગુનામાં બાઈક ચાલક રોહિત ઉર્ફે બાબુ કોરીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Social