અમદાવાદમાં રિક્ષામાં બેઠેલા શ્રમિક પાસેથી રૂપિયા-મોબાઈલ ચપ્પુ બતાવીને લૂંટી લેવાયો હોવાની ફરિયાદ

મગન કટારાએ સોલા હાઈકોર્ટમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મુળ રાજસ્થાનના છે. નારણપુરામાં વાળીનાથ ચોક વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. લોડિંગ રિક્ષામાં માલ ચઢાવવા ઉતારવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લોડિંગ ગાડી સાથે તેમને અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે. તેમણે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ સવારે ઘરેથી મજૂરી કામ માટે ગોતા બ્રિજ પાસે આવ્યા હતાં. તેમણે એક ટેમ્પોમાં મંદિરના પથ્થરો ભરીને જગતપુર પાટીયા પાસે ઉતાર્યા હતાં.
જેની મજૂરી પેટે તેમને 500 રૂપિયા મળ્યા હતાં. એવી જ રીતે બીજી મજૂરી મળી હતી એમ એક હજાર રૂપિયાની કમાણી લઈને તેઓ કોઈ જગ્યાએ જવા માટે વાહનની રાહ જોઇને ઉભા હતાં. ત્યાં એક રિક્ષા આવી હતી. જેમાં બેસેલા લોકો ઉતરી ગયા હતાં અને મારી આસપાસ આવીને મને કહેવા લાગ્યા હતાં કે, તારી પાસે જે પણ કંઈ હોય તે કાઢીને આપી દે. ફરિયાદીએ તેમની પાસે કશું જ નહીં હોવાનું જણાવતાં આ લોકોએ ગડદાપાટુનો માર માર્યો હતો.તેમણે ફરિયાદીના ખિસ્સામાં રહેલા એક હજાર રૂપિયા અને મોબાઈલ ઝૂંટવી લીધો હતો, ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતાં, પરંતુ ફરિયાદીએ બૂમાબૂમ કરતાં એક ગાડી ચાલકે ગાડી રિક્ષાની આગળ ઉભી કરી દેતાં રિક્ષામાં બેઠેલા લોકો ઉતરીને ભગવાની કોશિશ કરતાં હતાં. પણ લોકોએ તેમને પકડીને માર મારવાનું શરૂ કર્યું હતું અને એમાંથી એક વ્યક્તિ ભાગી ગયો હતો. ત્યારે આ લોકો ચોર હોવાનું જાણવા મળ્યું હતું.

Social