આજથી PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણી સભા ગજવશે

લોકસભાની ચૂંટણીનો પારો હવે ઉંચકાયો છે, તમામ પક્ષ તડામાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરીને તેમની વિચારધારાથી મતદારોને આકર્ષવા કામે લાગી ગયા છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી આજે બુધવારથી બે દિવસ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહ્યા છે. PM મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં જનસભાને સંબોધશે. જ્યારે આવતી કાલે આણંદ, સુરેન્દ્નનગર,જૂનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા સંબોધશે.
ઉલ્લેખનીય છે કે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભાજપ તેની ઐતિહાસિક જીત મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. 26 બેઠકો જીતના લક્ષ્યાંક સાથે ભાજપ પ્રચાર કરી રહી છે.પીએમ મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં જનસભાને સંબોધશે,આવતીકાલે એટલે કે ગુરૂવારે PM મોદી આણંદ, સુરેન્દ્નનગર,જૂનાગઢ અને જામનગર સભા ગજવશે.

Social