આપણે ભોજનમાં મિષ્ટાનતો અબોલ ગાયોને કેમ નહીં? સાણંદના બે મિત્રોના વિચારથી દર માસે શરૂ થયું ગાયોને ગોળનું ભોજન

સાણંદના બે મિત્રો. પ્રમોદભાઈ રતિલાલ મેહતા અને કમલેશભાઈ ભોગીલાલ શાહને ૧૫ એક વર્ષ પહેલા જમતા જમતા વિચાર આવ્યો કે આપણે ભોજનમાં દર અઠવાડિયે કે મહિને એકાદ વાર મિષ્ટાન જેમી છીએ તો અબોલ જીવોનો શો વાંક તેઓ દરરોજ ઘાસ ચારો ખાય છે તો માસમાં એક વખત એમને પણ મિષ્ટાન મળવું જોઈએ આવા સુંદર હેતુ થી તેઓ બંનેએ ૧૫ વર્ષ પહેલા દર માસની વદ પાંચમના રોજ સાણંદ પાંજરાપોળમાં ગાયોને ગોળનું નીરણ કરવાનું શરુ કર્યું . આ પરંપરા આગળ વધતા ધીમે ધીમે હાલ તેમાં ૩૦ લોકો જોડાયા છે. આ લોકો દર માસે યથા શક્તિ ફાળો આપે છે અને દર માસે ઘાસચારામાં ગોળ મિક્સ કરીને સાણંદ પાંજરા પોળમાં રૂબરૂ પહોંચી ગાયોને ગોળનું નીરણ કરી સુંદર જીવદયાનું કાર્ય કરી રહ્યા છે . અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવામાં સાણંદમાંથી વધુને વધુ લોકો જોડાઇ રહ્યા છે. હાલ હિતેષભાઇ પી શાહ (શાંતિવન સોસાયટી ) સક્રિય રીતે આ કામગીરી કરી રહ્યા છે .

Social