પાટણના પિઢારપુરાના તળાવમાં નાહવા પડેલી ફોઈની દીકરીને બચાવવા જતા મામાના દીકરાનું મોત

 પાટણના લણવા નજીકના પીંઢારપુરા ગામે તળાવમાં નાહવા પડેલ યુવતી ને બચાવવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીનો આબાદ બચાવ થયો હોવાની ઘટના સોમવારે સાંજના સુમારે ઘટવા પામી હતી. તો બનાવની જાણ સંડેર 108 ને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામેલા યુવકને તેમજ બચાવ થયેલી યુવતી ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
     પાટણના લણવા નજીક આવેલા પિઢારપુરા ગામે પ્રસંગમાં આવેલ ગામનો ભાણીયો મિતેશ ઈશ્વરભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 28 પોતાની ફોઈની દીકરી રંજનબેન મહેન્દ્રભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 25 સાથે પીંઢારપુરા ગામના તળાવમાં ગરમીને લઈને નાહવા માટે ગયા હતા ત્યારે તળાવમાં નાહવા પડેલ રંજનબેન પાણીમાં ડૂબવા લાગતા મિતેશ ચૌહાણ એ તેને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે રંજનબેન ચૌહાણ ને બચાવવા જતા હિતેશભાઈ ચૌહાણ તળાવના ઉડા પાણીમાં ગરક થઈ જતા તેઓનું મોત નિપજ્યું હતું જયારે રંજનબેન ચૌહાણનો બચાવ થયો હતો.બનાવની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ સંડેર 108ને કરતા પાયલોટ દશરથ ભાઈ અને ઈએમટી રગુંજી ઝાલા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મૃતક યુવક મિતેષ ની લાશને તેમજ ડૂબતા બચેલી યુવતી રંજનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પીંઢારપુરા ગામે ચૌહાણ પરિવારમાં બનેલી ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ હતી. તો બનાવની જાણ પોલીસ ને થતાં તેઓએ પણ ધટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Social