જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ

રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય અને સ્વીપ નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની 571 શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે વ્યક્તિગત તેમજ સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયા હતા. અંદાજીત 34,000 સહભાગીઓએ ઉત્સાહભેર મહેંદી કાર્યક્રમમાં ભાગ લઈને મતદાન જાગૃતિના અલગ અલગ સૂત્રો આધારિત મહેંદી મૂકીને સૌને લોકશાહીના પર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યાં હતા.મહેંદી કાર્યક્રમોમાં ‘મારો મત, મારો અધિકાર’, ‘સહકુટુંબ મતદાન,લોકશાહીની શાન’, ‘વોટ ફોર નેશન’ સહિતના સૂત્રો સાથે મહેંદી મૂકીને મતદાન જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.શાળાઓ સહિત જિલ્લાની આંગણવાડીઓમાં પણ મહેંદી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડીની બહેનોએ મહેંદી દ્વારા અચૂક મતદાનનો સંદેશ આપ્યો હતો.

Social