ગાંધીનગરમાં પત્નીને તેડવા ગયેલ પતિને સસરા અને સાળાએ માર માર્યો

  ગાંધીનગરમાં પત્નીને તેડવા ગયેલ પતિને સસરા અને સાળાએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓ સામે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  ગાંધીનગર ખાતે રહેતા યોગેશભાઈ મનહરભાઈ દંતાણી સેન્ટર 30 ખાતે તેમની પત્નીને તેડવા માટે ગયા હતા તે દરમિયાન તેમના સસરા ઘરે હાજર હતા તેથી ફરિયાદીએ કહ્યું કે મોનિકાને મારી સાથે મોકલો અહીં મારો દીકરો ગરમીમાં હેરાન થાય છે તેવું કહેતાની સાથે ફરિયાદીના સસરા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લાફો મારી દીધો હતો બાદમાં ફરિયાદીનો સાળો હાર્દિક આવી ગયો હતો અને ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીની પત્ની વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા ત્યારે તેમના સસરા આજે તો બચી ગયો છે પણ હવે આવીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સારવાર કરાવ્યા બાદ યોગેશભાઈ મનહરભાઈ દંતાણીએ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકમાં હીરાભાઈ કચરાભાઈ દંતાણી હાર્દિકભાઈ હીરાભાઈ દંતાણી તથા લતાબેન હીરાભાઈ દંતાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Social