હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની કરી મોટી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું તાપમાન મે મહિનાએ ખુબ વધી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પાર થઇ રહ્યું છે. જેના લીધે ડિહાઇડ્રેશનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે ગરમી પડવાની સંભાવના વ્યકત કરી છે. હવામાન વિભાગે બીજીથી પાંચમી મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ વોર્નિંગ આપી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયુ છે.પ્રશાસને લોકોને કામ વગર ગરમીમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. એપ્રિલ મહિનામાં ગયા વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. એપ્રિલ મહિનામાં હીટવેવની સ્થિતિ સૌથી વધુ જોવા મળી હતી. ત્યારે હવે મે મહિનો પણ સૌથી વધુ ગરમીનો રેકોર્ડ તોડશે તેવી આગાહી છે.
નોંધનીય છે કે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રનારામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ વોર્નિંગની આપી છે. આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ખુબ વધી શકે છે .બુધવારના મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 40.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો આ બંને શહેરોમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયુ છે.

Social