સાબરકાંઠાના વડાલીમાં પાર્સલ ખોલતાં જ થયો બ્લાસ્ટ, એકનું મોત, 3 ગંભીર

સાબરકાંઠાના વડાલીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડાલીમાં પાર્સલમાં બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી છે. આ પાર્સલ ખોલતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં એકનું મોત નીપજ્યું છે.
સાબરકાંઠાના વડાલીના વેડા ગામનો બનાવ છે. જ્યાં પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. પહેલા એવી વાત સામે આવી હતી કે, ઓનલાઇન ઇલેક્ટ્રીક વસ્તુ મંગાવતા પાર્સલ આવ્યું હતું. પરંતુ હવે એવી માહિતી જાણવા મળી રહી છે કે, કોઇ અજાણ્યો શખ્સ આ પાર્સલ મૂકી ગયો હતો. તેને ખોલતાંની સાથે જ પ્રચંડ ધમાકા સાથે બ્લાસ્ટ થયો હતો. પાર્સલ ખોલતા બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને અફરાતફરી મચી ગઇ હતી અને આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. સાથે જ પોલીસ અને એમ્બ્યુલન્સને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ડીવાયએસપી, જીલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે અને બ્લાસ્ટ થવાનું કારણ જાણવાના પ્રયાસો હાથ ઘરાયા છે.

Social