નરોડા પોલીસે વેશ પ્લટો કરી અપહરણ અને હત્યાના ગુનાના આરોપીને દબોચી લીધો

   શહેર પોલીસે ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવા દિવસ રાત એક કરે છે. એટલું જ નહીં આરોપીઓને પકડી પાડવા ઘણીવાર વેશ પલ્ટો પણ પોલીસને કરવો પડતો હોય છે. ત્યારે નરોડા પોલીસે વેશ પલ્ટો કરી હત્યા અને અપહરણના ગુનાના આરોપીને પકડી પાડવા બિહાર ઝારખંડ બોર્ડર સુધી પહોંચી હતી. જ્યાંથી ચેક પોસ્ટ પાસેથી આ ગુનામાં રણજીત કુશવાહ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.
   વર્ષ 2023 માં નરોડા વિસ્તારમાં સુરેશ મહાજન નામના વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. બાદમાં નરોડા પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન એક વર્ષ બાદ આરોપી રણજીત કુશવાહને પકડવામાં પોલીસને સફળતા મળી. આરોપીની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી રણજીત કુશવાહે ગુનામાં વાપરેલી ક્રેટા કાર લઈને એક વર્ષથી ફરાર થઈ ગયો હતો. આરોપી રણજીત કુશવાહની પૂછપરછ કરતા સામે આવ્યું કે, પોલીસ પકડથી બચવા લોકેશન બદલતો રહેતો હતો. જોકે નરોડા પોલીસની એક ટીમ આ અંગે હકીકત મળતા ઝારખંડ તથા બિહાર ખાતે તપાસમાં પહોંચી હતી અને કોડરમા ચેકપોસ્ટે પાસેથી રણજીત કુશવાહને ઝડપી લીધો હતો.આરોપી રણજીત કુશવાહ પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મૃતક સુરેશ મહાજનની એક વર્ષ અગાઉ હત્યા કરી ચાલુ ગાડીએ તેને લઈ જવામાં આવ્યો. બાદમાં માથાના ભાગે હથોડાના ઘા મારી હાથથી ગળું દબાવી તેનું મોત નિપજાવવામાં આવ્યું. બાદમાં ક્રેટા કારમાં રાજસ્થાનના ઉદેપુરથી નજીકની એક જગ્યા પાસેના હાઇવે પાસેના ગરનાળા આગળ સુરેશ મહાજન નીચે તેનો મૃતદેહ સંતાડી આરોપી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદથી આરોપી રણજીત કુશવાહ છેલ્લા એક વર્ષે કોઈપણ ચહલપહલ કરી ન હતી. જોકે અંતે નરોડા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડયો હતો.
Social