સાણંદમાં ક્ષત્રિય રાજપૂત અસ્મિતા રેલી : ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ
રૂપાલાના વાણી વિલાસ વિરૃદ્ધ ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ હોવા છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ નહિ થતા સાણંદ રાજપૂત સમાજ માં પણ ભારે રોષ છે ત્યારે
છેલ્લા ત્રણ દિવસ થી ક્ષત્રિય રાજપૂત સમાજે મહાસંમેલન કરવા માટે પ્રશાસન પાસે મંજૂરી માંગેલ પરંતુ પ્રશાસન દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજને આ સંમેલન માટે મંજૂરી ન આપતા છેવટે રાજપૂત યુવાઓએ શનિવારે રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ગોહિલશેરીમાં જઈ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધા હતા .
ગોહિલ શેરી - રાજશેરી - ગેપપરા નાં ક્ષત્રિય રાજપૂત યુવાનો એકલીંગ જી રોડ પર સેંકડો ની સંખ્યામાં એકત્ર થયાં હતાં અને ત્યારબાદ ત્યાંથી રેલી સ્વરૂપે નવાવાસ સાણંદ થઈ ને ગોહિલ શેરી માં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લઈ ને રાજશેરી માં પણ શપથ લઈને ત્યારબાદ જય ભવાની અને રૂપાલા હાય હાય તથા ભાજપ હાય હાય ના નારા સાથે ગેપપરા માં પણ શપથ લીધેલ અને ત્યાં થી એકલીંગજી રોડ પર મહારાણા પ્રતાપ ની પ્રતિમા ને હાર પહેરાવી સેંકડો યુવાનો એ ભાજપ ની વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધાં હતાં..



